Testimonial

બાબા. એમને મળીએ ત્યારે ક્ષણો કલાકોમાં ક્યારે પરિવર્તિત થઈ જાય એની ખૂદ સમયને જાણ ન રહે. એમની પાસે અઢળક વાતોનો ખજાનો હોય. બક્ષીથી લઈ અશ્વિની ભટ્ટ અને રમેશ પારેખથી લઈ ચીનુ મોદી કે ગુલઝારજી સુધીનાની અવનવી વાતો તેઓ ખૂબ રસપપૂર્વક કરી જાણે. અત્યંત સહજ અને સરળ એમનો સ્વભાવ અને તમને સ્વજનની જેમ સાચવે. ખૂબ પ્રેમ કરે તમને! હવે તો અમદાવાદમાં ઘણા નજીકના મિત્રો છે, પરંતુ પહેલા અમદાવાદ જવાનું થતું ત્યારે માત્ર ને માત્ર બાબાને મળવાનું અને કલાકો સુધી IIM પર બેસીને ચ્હા પર ચ્હા પીને કલાકો સુધી વાતોની ધૂણી ધખાવવાની. 

બાબાની બીજી ખાસિયત એ કે તેઓ જ્યારે પણ મળે ત્યારે ઢગલો પુસ્તકોની ભેટ આપે. કોઈક પુસ્તક ગમી ગયું હોય તો બાબા બલ્કમાં એ પુસ્તક ખરીદી લે અને પછી એમના ગમતા લોકોને વહેચતા ફરે. સાથે એમણે પોતે તૈયાર કરેલા પુસ્તકો તો હોય જ…! એમની હોન્ડા સીટીના પાછલા ભાગમાં મેં હંમેશાં માત્ર પુસ્તકો જ જોયા છે. વાંચનની સાથોસાથ સંગીત એમને ખૂબ પ્રિય અને કશુંક નવું કે મજાનું સાંભળે એટલે તરત જણાવે કે આ સાંભળ્યું? આલાપ દેસાઈની ગઝલો તેં સાંભળી? 

એમના વિશે લખવું હોય તો આખી થીસિસ લખાય. મને તો ધરવ નહોતો થયો તો મેં એમના બે ઈન્ટરવ્યૂ કરેલા… પણ એમની સાથેના આટલા પરિચય પછી બાબાને જો એક જ વાક્યમાં ડિફાઈન કરવાના હોય તો એટલું જ કહી શકાય કે, ‘બાબા, સ્વીકારના માણસ છે.’ લોકો હોય કે સંજોગો હોય… મેં હંમેશાં એમને સ્વીકાર કરતા જ જોયા છે. એમને નકાર સાથે કોઈ નિસ્બત નથી. કદાચ એટલે એમને ચાહનારાઓની સંખ્યા ઓછી નથી…

આમ તો ઘણું લખાય એને માટે.. 

એના વિષે..

એને અંગે ..! 

એ પારદર્શકતાનો અનુભવ કરાવી શકતો 

ને પોતાની આસપાસ કરોળિયાનું જાળું ગૂંથીને એમાં રહેતો જણ છે. 

એ  જે ને જેટલી ખોલે એ બારીમાંથી 

એ  જે ને જેટલું જોવા દેવા માંગે 

તે ને તેટલું તમે જોઇ શકો . 

એ સિવાયનો ઘણો બધો એ જોવાનો રહી જાય . 

પરિણામે સહુની પાસે છે એ પોત પોતાનો. ને 

એ એમને પોતાનો લાગે એવો નીકટ અનુભવાય . 

પેલી પંક્તિ યાદ છે..? 

” સહુમાં વહે ને વળી સોંસરવી જાય એવી નિર્બંધી સેર ” છે એ !

ને આપણે એને આખો ઓળખી લેવાનો , પૂરો પામી લેવાનો ધખારો રાખવો ય શું કામ ? 

તમને મળ્યો એટલો એ  તમારો પોતાનો..આગવો..સુવાંગ સંજય  !  

પારાને બાંધવાની સિદ્ધિ સહેલી નથી .

ને એ બાબતે હું સિદ્ધ છું !! 

તેં મને લેન્સમાંથી જોયો છે . 

મેં તને પ્રેમથી જોયો છે. 

તેં મને ફ્રેમમાં જોયો છે. 

મેં તને ફ્રેમની બ્હાર પણ જોયો છે. 

મારા વાળની લંબાઇ ને રંગ સાથે વિસ્તર્યો છે આપણો સંબંધ .

અઢળક વ્હાલને આશીર્વાદ

( ચાહું એટલે ચિંતા ય કરું ને )

પ્રિય સંજયભાઈના નામ સાથેનો પરિચય તો ઘણાં ઘણાં વર્ષોથી. અંગત પરિચયને 16થી વધારે વર્ષનો સમયગાળો. પૂર્વે એક સાપ્તાહિકમાં ફુરસતના સમયે સાથે પણ જોડાયેલા અને ત્યારે આ કેમેરા-કસબી સાથેનો નાતો, વાતોથી મુલાકાતો સુધી ક્રમશઃ વિસ્તર્યો અને વિકસ્યો. એ વખતે પ્રસંગોપાત્ત એમની પાસેથી અનેક તસવીરો મેળવવાનું થતું. સંજયભાઈની ખાસિયત એ કે એક જ ઓબ્જેક્ટ એટએટલા એન્ગલથી આપે કે એમ થાય કે એક જ તસવીરનાં અનેક રંગોમાંથી કયો રાખું અને કયો ન રાખું? એમની પાસે ગુજરાતી સાહિત્યકારોની દુર્લભ તસવીરોનો ખજાનો છે તો સાથેસાથે ગુજરાતી કલાકારોનો પણ. અલબત્ત, એમના કેમેરાનો લેન્સ ગુલઝાર અને અમિતાભ  સુધી પણ ફોકસ થયો છે. અનેક સાહિત્યકારોની તસવીરો સાથેની બુક્સ એમના નામે છે. ઘણી વાર વાતવાતમાં એમને કહેવાતું કે કવિઓ કલમથી લખે અને તમે કેમેરાથી. ગ્રંથસપ્તક વખતે મારાં પુસ્તકોનાં મુખપૃષ્ઠ અને ચતુર્થ પૃષ્ઠ એમના કેમેરાને આભારી છે. કેમેરાના આ કસબી માટે શબ્દો નહીં, તસવીરથી જ વાત કરવી જોઈએ એટલે અટકું છું અને રાહ જોઉં છું કે આવનારા દિવસોમાં હું ક્યારે એમને તસવીરમાં કેદ કરી શકું… ખૈર, કેમેરાની દોરી ત્યાં સુધી દોરી જશે અને આ સ્વપ્ન ક્યારેક પૂર્ણ થશે એવી આશા સાથે હાલ તો સંજયભાઈએ 2012માં અમે અમસ્તા પ્રિય કિરણભાઈને ત્યાં વરસાદી વાતાવરણમાં ચાની ચુસ્કી માટે મળ્યા અને વાતવાતમાં એમણે મને ધરી દીધો એક આલ્બમ.

 You always ask why I call you sir ji and I say you are my guru, फर्क सिर्फ इतना है की आप द्रोणाचार्य हो और मैं एकलव्य। May you be draunacharya for more n more eklavyas like me. Words are too small to express my feelings.

आपकी शख्सियत इतनी बड़ी है कि शब्द छोटे पड़ जाते है ।  

મને નાનપણથી એક અધૂરપ લાગ્યા કરતી કે કાશ, મારે એક મોટોભાઈ હોય…!!

તમારા સંગાથમાં હર ઘડી એ અધૂરપ દૂર થઈ જતી લાગે છે. 

એક કબૂલાત કરું? 

અશ્વિની દાદાને જ્યારે જ્યારે હું મળતો ત્યારે ભાવુક થઈને એમને કોટે વળગવાનું મને મન થઈ આવતું. દાદા તો હતા ય એવા વ્હાલસોયા, પણ મારા સ્વભાવગત સંકોચ અને કાયમી લઘુતાગ્રંથિને લીધે દાદાને ચરણસ્પર્શ તો કાયમ કર્યો, પણ કદી ભેટી ન શક્યો. 

પણ તમે જે રીતે એમને ભેટી પડતા, ધબ્બો મારી લેતા, વ્હાલથી ઊભરાઈને દાદાના ગાલ ખેંચતા ય મેં તમને જોયા છે. 

– અને ત્યારે ત્યારે મને તમારી પારાવાર ઈર્ષ્યા થઈ આવી છે…

દાદા તો ગયા, પણ હવે તમને ભેટીને એ અનર્ગળ વ્હાલપ મહેસુસ કરું છું. 

Love you, Big B!

તું…. સરળ છું. 

તું … સંકુલ છું . 

તું .. ઉકલે નહીં એવો છું . 

તું .. ઉકલ્યો હોવાનું લાગે એવો છું . 

તું ક્ષણોને ઝીલે છે. 

તું ક્ષણોમાં જીવે છે . 

તું સત્યને જાણે છે . 

તું સુંદરને પ્રમાણે છે . 

તું અસુંદરને  સુંદર નથી બનાવતો , 

એમાં રહેલા સૌંદર્યને શોધી લે છે . 

તારી દ્રષ્ટિ સૌંદર્યબોધના ખૂણેથી દ્રષ્યને જુવે છે. 

તું flash અને photo વચ્ચેના અંતરને ઓળખે છે.

તું  તારી આસપાસ અભેદ કવચ રચે છે . 

તું એમાં પ્રવેશનો અધિકાર તારી પાસે અનામત રાખે છે. 

તારું સ્મિત , તારો સંવાદ જૂદા જ અર્થકોષ માંગે છે.  

તું દંતકથાનો નાયક છું . 

તું પરીકથાનો રાજકુમાર છું . 

તું ઇર્ષા થાય એવું જીવે છે . 

તું ચિંતા થાય એવું જીવે છે. 

તું ફૂલ નથી , તું સુગંધ છે. 

તું મારો ગમતો સંબંધ છે. 

ઘણાને તું મારો નાનો ભાઇ લાગે છે . મારે માટે તો તું નાનોભાઇ છું જ . 

તને શું કહું આજે ? 

તારે કૈં જોઇતું ય નથી ..

પણ મારે તને આપવાં  છે.. આશીષ. 

(રુબરુ તું મળે નહીં..ફોન તું ઉપાડે નહીં , એટલે આ જ એક મારગ

પ્રસન્ન રહે

“You’re Just Like Your Father”

I take that as a compliment ! Getting this told by your mother is a different matter. 

But from my dressing sense to my preferences about my life. All are so much like you. Daadi also told me that yours and mine hair are alike. Whatever. 

Love you. YO !

Friend like u r parents teachers & pakka dost all combined into one magical personality

दोहरे चरित्र में 

नहीं जी पाता हूँ,

इसलिए 

कई बार 

अकेला नजर आता हूँ.. બિલકુલ સાચું કહ્યું છે.

આપ સાચા ઇન્સાન છો. એ જ આપની ઓળખ છે.  આપની આંખમાં પારદર્શકતાનું પ્રતિબિંબ પડે છે. આપના નીરાળા વ્યક્તિત્વનૅ સલામ !

મારા કલેક્શનમાં આપણે સાથે પડાવેલા હોય એવા અંકે 4 ફોટોગ્રાફ્સ મળ્યા, પણ આજે એ ફોટો કરતા મને તમારા બર્થડે પર શબ્દો પર વધુ વિશ્વાસ બેસે છે!  સંજય વૈદ્ય નામનાં આ માણસ પાસેથી આ ફાસ્ટ લાઈફમાં ત્રણ અત્યંત જરૂરી શીખવા જેવી વાત: 1. No Anger, હંમેશા દિમાગ પર બરફ રાખી સ્ટ્રેસ વચ્ચે પણ સતત લાઈવ- હસતાં રહેવાનું!  2. હાર્ડકોર પ્રોફેશનલ-શ્ર્યુડ જમાનામાં પણ આપણી ફિલિંગ્સ, ગમતી પોએટ્રી, ફોટોગ્રાફી જેવા શોખથી જાતને વ્યક્ત કરતા રહેવાનું! સ્મોકિંગની તો નથી ખબર મને, પણ તમારી પોએટ્રી શેરિંગ થી મને રોજ એક પોઝિટિવ કિક વાગતી રહે છે! 3. હંમેશા અપ્રોચેબલ અને ડાઉન ટુ અર્થ રહેતો આ માણસ એક પણ મેસેજ એવો નથી કે જે અન-આન્સર્ડ રાખે! હેન્ડ-શેક નહિ, વોર્મ હગ નો માણસ છે!

વર્ષો સુધી જેને ન મળો

અને દાયકાઓ પછી મળો ત્યારે

જાણે દિવસમાં દશવાર મળતા હોઈએ

એવી, એટલી જ ઉત્કટતાથી મળે

એવો મિત્ર એટલે સંજય…

વિશિષ્ટ વ્યક્તિત્વના ધની

પરમ મિત્ર સંજય વૈદ્ય!

I have no words to describe my feelings towards you

I have always seen you so calm , down to earth , and a very very humble person ! 

I love your approach towards life , always smiling and in a happy mood.

Your inspiring morning msgs ..

Made my days so beautiful !!!

I will pakka pakka see u soon …

…love you to the core !!

केमेरा से music बनाने वालो को musician कि झरुरत नहिं होती …

મારા બાબા. બધ્ધાના સરસ મજાના, અદભુત ફોટા પાડે પણ એમના ફોટા શોધવા મુશ્કેલ. બહુ બહુ બહુ શરમાળ. એમની લાગણીઓ, ભાવ, પ્રેમ એમની ઊંડી ઊંડી આંખોમાંથી વર્તાય. એ આપણને ડામીસ કહે ત્યારે સમજવું કે પાર્ટી બરાબર છે. મોજમાં છે. આનંદમાં છે. 

દેખાડા દંભથી જોજનો દૂર અને મૂંઝવણ મુશ્કેલીમાં હંમેશા બાજુમાં ઊભેલા હોય એવા માણસ!