Sanjay Vaidya

A Glamour Photographer since 1985, Sanjay Vaidya, turns the spotlight on some of the most enduring icons of Gujarati Literature of our times, Dr. Gunvant Shah, Chandrakant Bakshi, Dr. Suresh Dalal, Ramesh Parekh, Vinod Bhatt, Tarak Mehta etc. through a chain of photo-books called ‘E-series’. He turned to publishing in 2001 and since then he has compiled and edited the most cherished account of its kind, along with their candid photographs ever published in the field of literature.

Sanjay grew up in a literary and intellectually stimulated environment and treated his academic career casually. In his search for a creative self, he often found himself standing at an intersection where his ideology can meet with his expression. Although being in a constant hustle-bustle with academics, he completed his graduation in English Literature & Post Graduation in Journalism. He began his professional journey with photo-journalism and fashion photography. After spending major years of his life in the glamour world, he moved to the quest for a life in literature and photography full time.

Sanjaybhai Through The Lens

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Mihi vero, inquit, placet agi subtilius et, ut ipse dixisti, pressius.Photograhy HTML is very

MyBooks

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Mihi vero, inquit, placet agi subtilius et, ut ipse dixisti, pressius.Photograhy HTML is very

Photo Contest Features

Shop Intregated

Simply dummy text of the printing andrety esetting industry. Lorem Ipsum has beeyan the indust standard unknown.

Photo Editing

Simply dummy text of the printing andrety esetting industry. Lorem Ipsum has beeyan the indust standard unknown.

Images Upload

Simply dummy text of the printing andrety esetting industry. Lorem Ipsum has beeyan the indust standard unknown.

Testimonial

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Mihi vero, inquit, placet agi subtilius et, ut ipse dixisti, pressius.Photograhy HTML is very

સંજય વૈદ્ય–કેમેરાનો કવિ

સંજય વૈદ્યના ફોટોગ્રાફ્સ હું વર્ષોથી જોતી આવું છું છતાં એ ફોટાઓ જોતા ક્યારેય થાકતી નથી. જેટલી વાર જોઉં છું ત્યારે એના એ જ ફોટોગ્રાફ્સમાં મને કાંઈક નવું જ દેખાય છે. જેમ કેટલીક કવિતાઓ અનેક વાર વાંચ્યા પછી પણ ક્યારેય જૂની થતી નથી એવું જ મારે મન સંજયના ફોટોગ્રાફ્સ માટે થયું છે. એટલે જ હું એને કેમેરાનો કવિ કહું છું.

મને ઘણી વાર થાય છે કે સંજય દેશ આખામાં ફરી વળે અને એના અનેકવિધ લોકો અને સ્થળોને પોતાની આગવી દ્રષ્ટિએ કેમેરામાં પકડે અને પછી દુનિયા આખીને બતાવે કે જુઓ આ છે મારો દેશ અને મારા લોકો!

- પન્ના નાયક
સંજય વૈદ્ય મારો લાડકો ફોટોગ્રાફર.

સંજય વૈદ્ય મારો લાડકો ફોટોગ્રાફર છે. મને એ તારકમામા કહે છે એટલા માટે નહિ, પણ મારા સારામાં સારા ફોટા એ જ પાડે છે. એની દૃષ્ટિએ હું મને જોઉં છું અને હું મુગ્ધ થઈ જાઉં છું. અરે! આ હું જ છું!! સુંદરતાના સુંદર ફોટા તો બધાં જ ફોટોગ્રાફર પાડતા હોય છે, પણ નરી નજરે ન દેખાતી સુંદરતાને કૅમેરામાં કેદ કરવાનો ઈલમ સંજય પાસે છે. કલ્પનામાં પણ ન આવે એવી અફલાતૂન તસવીરો ખેંચવાનો એનો સ્વભાવ છે. હા, એ મને રાહ જોવડાવે છે.

દાઢી કરીને એની રાહ જોતો બેઠો હોઉં અને એ આવે ત્યાં સુધીમાં દાઢી ઊગી ગઈ હોય! છતાં તાજી વધેલી દાઢી સાથે ફક્ત સંજય જ મને સુંદર દેખાડી શકે છે. એટલે જ એ ફક્ત મારો જ નહિ, ઘણાનો લાડકો ફોટોગ્રાફર છે. હજી ઘણી બધી કમાલ કરશે, મને ખાતરી છે.

- પદ્મ શ્રી તારક મહેતા
હું સંજયનો ફેન છું

ફોટોગ્રાફરો તો ઘણાં હોય છે, પરંતુ કેટલાક ફોટોગ્રાફર એવા પણ હોય છે જેઓ પૃથ્વી પર વેરાયેલા સૌંદર્યનો મેળાપ તમને કરાવી શકે. સંજય એમાંનો અનન્ય છે. સંજય વૈદ્યની ફોટોગ્રાફી કલાત્મક ઊંચાઈ ધરાવનારી હોય છે. બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું તો - હું સંજયનો ફેન છું એ કેવળ ફોટો નથી પાડતો, એ કૅમેરાની ચાંપ દબાવે ત્યારે ક્યારેક એવું બને છે જાણે કોઈ વિરલ ક્ષણ એના ફોટોગ્રાફમાં પ્રગટ થતી દીસે છે. આવું બને ત્યારે આંખની ઉજાણી થતી જણાય તો ય ખરેખર તો આંખને પોતાના હોવાનો અહેસાસ થતો હોય છે! સંજયનું ભાવિ એના ચહેરા પર જોવા મળતા સ્મિત જેટલું ઉજમાળું છે.

- પદ્મ શ્રી ડૉ. ગુણવંત શાહ
કૅમેરા સંજયનું સાર સર્વસ્વ છે

સંજય વૈદ્ય માટે મને પહેલેથી પક્ષપાત છે; કારણ કે તે કૅમેરાનો કલાકાર છે. મોંઘાદાટ કૅમેરા એના માટે મોટી વાત નથી, પણ તસવીરને કયા દૃષ્ટિકોણથી કૅમેરાની આંખે મઢી લેવી એમાં એની કલા અને કસબ બંને રહેલા છે. કૅમેરા સંજયનું સાર સર્વસ્વ છે. અત્યાર સુધી તસવીર કલાને ચિત્રકલાની સરખામણીએ સાવકી નજરે જોવામાં આવતી હતી. પણ હવેના સમયે એવો ભાવ રહ્યો નથી. કૅમેરાનો કલાકાર પણ પૂર્ણ અધિકારથી ચિત્રકાર જેવો જ અને જેટલો જ કલાકાર લેખાય છે.

જેના ચહેરા પર સંજયનો કૅમેરા ઠર્યો, એ વ્યક્તિની ઝીણી ઝીણી મુદ્રાઓ, એના સજીવ હાવભાવ, સમગ્ર વ્યક્તિત્વને એ ઉપસાવી આપે છે. માણસના વ્યક્તિત્વની એને પરખ છે અને એટલે જ એની તસવીરો જીવંત લાગે છે. આપણા કલાજગતમાં આ સંજય-દૃષ્ટિ જ મહત્વની છે.

- ડૉ. સુરેશ દલાલ
સંજય વૈદ્ય, મસ્તી તેનું બીજું નામ

એ નિજાનંદી સંપ્રદાયનો છે. સ્મિતના ખભે હાથ મૂકીને સહેજ ખચકાતા શબ્દો તેના હોઠ પરથી સરે ત્યારે નાના બાળકની મસ્તીખોર વાણીનું મૂર્ત દર્શન થાય. તે ખરેખર આળસુ છે, પણ તેની આળસમાં પારાવાર ઉદ્યમ છે. તે જે વિચારે છે તે આચરે છે. અને હા, આચરણમાં તેની પાબંધી અજોડ છે. તે તસવીરનો આદમી છે. તે કૅમેરાની આંખે જિંદગીને જુએ છે. તસવીરને વાચા આપી શકે છે તે. રોજ સવારે એની પાસે કશુંક નવું આયોજન હોય છે. એ આયોજન, તેની આજની અગત્ય બની રહે છે. ગઈકાલનું સ્મરણ કરવામાં તે નફિકરો બની શકે છે. એ છે સંજય. સંજય વૈદ્ય. મસ્તી તેનું બીજું નામ છે.

તેને ગતિ ગમે છે. ગતિશીલ માણસો ગમે છે. તે તેની પત્નીનો દોસ્ત છે અને દુશ્મન પણ; છતાં એ યુગલનો પર્યાય શોધવો દુષ્કર છે. તેની નજરમાં હંમેશા માણસ રમે છે અને તેની જિંદગીમાં કેવળ માણસાઈને જ મહત્વ છે.

- અશ્વિની ભટ્ટ
"સંજય દૃષ્ટિ"

સંજય અને હું પહેલી વાર મળ્યા ત્યારે એના હાથમાં કૅમેરા નહોતો, પણ એ કૅમેરાનું કામ આંખો પાસેથી લે છે એ હું જાણી શક્યો. એની નજરમાં સુંદરતા છે અને સુંદરતાને શોધનારી નજર એની પાસે છે, એ બંને સત્યને જાણવા જેટલી નિકટતા મેં માણી છે. એનું પ્રસન્નતા પમરાવતું આકર્ષક વ્યક્તિત્વ સ્મિત અને શબ્દમાં વ્યક્ત થઈ જાણે છે. સ્ત્રીઓને એ ગમે છે એ સત્ય સ્ત્રીઓ છુપાવી નથી શકતી અને સંજય એ વ્યક્ત નથી કરતો. એમાં કૅમેરા કસબ ભળ્યો. જાણે સુગંધમાં સોનું! સંજય સુંદર ફોટા પાડે, સંજય સુંદરના ફોટા પાડે અને સંજય ફોટામાં સુંદર દેખાડે, એ ત્રણેય વિધાન સત્ય છે. સંજય સુંદરતાનો શોધક, સમર્થક અને ઉપાસક છે.

મેં કાજલ ઓઝા વૈદ્યને કહ્યું છે કે સંજય જેટલી વાર ફ્લેશ કરે એટલી વાર ફોટો પાડે જ છે એવું ન માનવું! એ સુંદરતાને સમજે છે એટલે જ સંજય સંત અને વસંત, બંનેનું વહાલ પામ્યો છે. સંજય વૈદ્ય. "વૈદ્ય" એની અટક નથી, વિશેષણ છે. સંજય evening ને good evening બનાવી જાણે છે!

- પદ્મ શ્રી તુષાર શુક્લ
Sanjay Vaidya
To be continue...
Sanjay Vaidya Signature